Friday, October 21, 2011

Friday, August 26, 2011

जो बोया वहीं पाया : द ग्रैट ब्रीटन का भूतकाल और आज...


फिलहाल इंग्लैंड की सरकार व्यस्त है. वो उन लोगो से निपट रही है जिन्होने इंगलैंड मे दंगे फैलाए, किए और इस अराजकता के दौर मे लूटपाट की. लेकिन सवाल यह है कि आखीर सरकार कितने इंग्लैडवासीओ को दंडित करेगी. जिस देश की बूनीयाद लूट पाट की कमाई पर खडी हो क्या वो देश अपनी जनता को अहींसा का बोध देने की हैसीयत रखती है.

इंग्लैंड वहीं देश है जिन्होने भारत समेत कई एशीयाई और अफ्रीकी देशो को शतको तक लूंटा और इस लूंट की कमाई से अपने देश को आगे बढ़ाया. क्या आप जानते है कि इंग्लैंड मे उद्योग धंदे क्यों विकसीत हुए? मैं आपको बताता हुं. विकास के लिए आपके उद्योगो को कई सालो तक लगातार और अविरत रुप से कच्चा माल मिलना जरुरी है. जहां तक मुजे ज्ञात है इंग्लैंड के पास न तो इतनी बडी मात्रा मे कच्चा माल कभी था और नाही कभी आयात करने की क्षमता थी. इंग्लैंड ने लूटपाट की - यह लूट पूरे विश्व मे मची.

उनके पदचिन्हो पर चलकर दुसरे युरोपिय देश भी लूट मचाने लगे. नतीजतन कई शतक तक कच्चा माल एशिया एवं अफ्रीका से युरोप जाता रहा और अंतत: वहां के व्यापारी और जनता धनीक हुई तो वैज्ञान और टैकनोलोजी का विकास हुआ. बस अब इसी टैकनोलोजी और जमापूंजी पर फिलहाल यह देश चल रहा है.
यानी कुल मिलाकर इस लूटैरे देश की जनता आखीर अपने मूल व्यवसाय यानी लूट-पाट पर उतर आई. समय बदल चुका है इसलिए दुसरे दोशो मे लूट न मचा सके तो अपने ही देश मे लूट मचा ली. इसे कहते है जो बोया वहीं पाया.

वैसे इन दंगो के दौरान इंग्रैंड के प्रधान मंत्री ने पंजाबी चैनल के कवरेज की तारीफ की और कहा कि इस चैनल ने दंगा रोकने के लिए अच्छे प्रयास किए. मै इंग्लैंड के प्रधान मंत्री से कहना चाहुंगा की वो भारतीयो द्वारा चलाया जा रहा चैनल है. लिहाजा अहिंसा की बात लाजमी थी. यह हमारी धरती द्वारा बोए गए संस्कार है और अब हमे उसका फल मिल रहा है.

जरुरी बात --

इंग्लैंड की रानी एलिजाबैथ के ताज मे जो कोहिनूर हीरा है वह भारत मे मचाई लूट का एक हिस्सा ही है.

Monday, April 4, 2011

છેલ્લે તો આપણે બે જ હોઈશું…( આ કવિતા બ્લોગ ના લેખક નું સર્જન નથી)

છેલ્લે તો આપણે બે જ હોઈશું…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

Wednesday, March 9, 2011

એક નિબંધ........( આ નિબંધ બ્લોગ ના લેખક નું સર્જન નથી)

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.

નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું”
તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું—
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.

હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.

જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.

અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.

અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.

હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.

અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.

તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!”

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,

” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.

उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।