Friday, April 12, 2019
ભાજપનો નુકસાન ભરપાઈ નો ગેમ પ્લાન.
ગત લોકસભાની
ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેશના પશ્ચિમી રાજ્યો એટલે કે ગોવા, ગુજરાત, રાજસ્થાન માં કોંગ્રેસના સુપડા સાફ કરી તમામ સીટો પર જીત મેળવી હતી. આ જ રીતે
મહારાષ્ટ્ર
અને મધ્યપ્રદેશમાં
મહદંશે ભાજપને જ સફળતા મળી હતી. દેશનો પશ્ચિમી કાંઠો ભાજપને ફળ્યો હતો. આંકડાકીય રીતે વાત કરીએ તો
ગોવાની 2, ગુજરાતની ૨૬, રાજસ્થાનની 25 એમ કુલ 53 સીટો ઉપર ભાજપને યશ મળ્યો હતો. આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું
સુદ્ધા ખોલી શકી નહોતી. મધ્યપ્રદેશની 27, મહારાષ્ટ્રની ૨૩ બેઠકો ભાજપને મળી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન હોવાને કારણે એનડીએનો કુલ જીતેલી સીટો નો
આંકડો 41 સુધી પહોંચ્યો હતો. એટલે કે આ તમામ રાજ્યો મળીને ભાજપને 121 સીટો મળી હતી. જ્યારે કે કોંગ્રેસને આ બધાં રાજ્યોમાંથી કુલ 4 સીટ અને ગઠબંધન સાથે આઠ સીટ મળી હતી. ભાજપ માટે
દેશના પશ્ચિમી રાજ્યો શુભ સમાચાર લઈને આવ્યા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોઈ
પાડોશના તમામ રાજ્યોએ તેમને પ્રધાનમંત્રી બનવા માટે પૂર્ણ સહયોગ આપ્યો. આજે પાંચ વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. મહારાષ્ટ્રને બાદ કરતા તમામ રાજ્યોમાં વર્ષ ૨૦૧૪ જેવુ પરિણામ મુશ્કેલ છે. ગોવામાં ભારતીય જનતા પાર્ટીના ધુરંધર નેતા મનોહર પર્રીકર નું નિધન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી નુ પરફોર્મન્સ જોતા લોકસભાની
અમુક સીટો પર કોંગ્રેસ પાર્ટીને જીત મળી શકે છે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તન આવ્યું છે, કોંગ્રેસ પાર્ટી ના મુખ્યમંત્રી હોવાને કારણે
નિશ્ચિત પણે અહીંની 25 સીટો માંથી ભાજપને નુકસાન થઈ શકે છે. મધ્યપ્રદેશમાં પણ સત્તા પરિવર્તન થયું છે જેથી ગત ચૂંટણીની માફક ભાજપને મોટી જીત મળવી
મુશ્કેલ છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત છે. શિવસેના સાથે ગઠબંધન થયા પછી ઘણી ખરી સીટો ભાજપ ફરી એક વખત જીતી શકશે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર ચાર
સીટો મળી હતી. જેથી કોંગ્રેસની પરિસ્થિતિ આ ચૂંટણી દરમિયાન વકરો એટલો નફો જેવી છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓ થકી ભાજપના ઉમેદવારોને
હરાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવશે.
આ પરિસ્થિતિમાં
ભાજપને થઇ રહેલું નુકશાન તે કઈ જગ્યાએથી રિકવર કરી શકશે? જવાબ છે દેશનો પૂર્વ કાંઠો. ઉપર જણાવેલી બધી જ પરિસ્થિતિનું પૂર્વાનુમાન
કરીને ભાજપની થિન્ક ટેન્કે પોતાની રાજનૈતિક ક્ષિતિજ ને પૂર્વના કાંઠા સુધી
વિસ્તારવાની યોજના અમુક વર્ષ પહેલા બનાવી લીધી હતી. હાલની રાજકીય પરિસ્થિતિ તેનું જ પરિણામ છે.
પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ અને કેરળમાં ભાજપ નુકસાન ભરપાઈ ની ગણતરી કરી બેઠું છે. પશ્ચિમ
બંગાળમાં લોકસભાની કુલ 42 સીટો છે. અહીં ત્રૃણમૂલ કોંગ્રેસને કુલ 34 સીટો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીના ફાળે
માત્ર બે સીટો આવી હતી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ને અનુલક્ષીને
અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આઝાદ હિન્દ ફોજ નો સ્થાપના દિવસ સુદ્ધા મનાવવામાં
આવ્યો. શારદા ચીટ ફંડ ગોટાળો, રાજકીય હત્યાઓ, બાંગ્લાદેશથી આવીને વસેલા મુસલમાનો, પર્વતીય વિસ્તારોમાં નેશનલ સીટીઝનશીપ રજીસ્ટર જેવા અનેક
મુદ્દાઓ છેલ્લા
પાંચ વર્ષ દરમિયાન પશ્ચિમ બંગાળમાં છવાયેલા રહ્યા છે. આનું પરિણામ ઘણું મોટું આવી શકે છે. કોંગ્રેસ અને લેફ્ટીસ્ટ હાંસિયામાં ધકેલાઈ ગયા
છે. જ્યારે ચૂંટણીમાં ભાજપ અને ત્રૃણમૂલ કોંગ્રેસ આમને-સામને છે. ભાજપે બીજા પક્ષના ઘણા નેતાઓને પોતાનામાં સમાવી
લીધા છે. આ બધી પરિસ્થીતી ને જોતા ભાજપને અહીં 15 થી 22 સીટો મળવાનું અનુમાન છે. ઓરિસ્સામાં કુલ ૨૧
સીટો છે. અહીં બીજું જનતાદળને 20 સીટો પર જીત હાંસલ થઈ છે જ્યારે કે ભાજપને
માત્ર એક સીટ મળી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપે આ રાજ્યમાં જીત મેળવવા માટે જમીની
સ્તર પર કામ કર્યું છે.
જેનું પરિણામ
પંચાયતની ચૂંટણીઓ દરમિયાન જોવા મળ્યું. ભાજપ ની ગણતરી છે કે અહીં તેઓને ૫ - ૬ થી વધુ
સીટો મળે. તમીલનાડુમાં કુલ ૩૯ સીટો છે, જેમાંથી ભાજપને માત્ર એક સીટ મળી છે. અહીં એઆઈડીએમકે ને 37 સીટો પર જીત મળી હતી. કરુણાનિધિ અને જયલલિતા ના
નિધન પછી તમિલનાડુ ની પરિસ્થિતિ બદલાઈ છે. રજનીકાંત અને કમલ હસન ની રાજનૈતિક લાલસા થી સૌ
કોઈ જાણીતા છે. ડીએમકે પાર્ટીમાં રાજનૈતિક ખેંચાણ તેની ચરમસીમા
પર પહોંચી ચૂકી છે. રાજકીય પરિસ્થિતિમાં તક સાધતાં ભાજપે એઆઈએડીએમકે સાથે ગઠબંધન
કરી લીધું છે. આ ને કારણે ભાજપ પોતાનો સ્કોર એક થી વધારીને ત્રણ કે ચાર સુધી લઈ
જવા માગે છે. જોકે આ એટલું સહેલું નથી કારણ કે ભાજપ પાસે અહીંયા કોઈ જ ચહેરો નથી. કેરળમાં કુલ ૨૦
સીટો છે. અહીં કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ આઠ સીટો મળી હતી. હાલના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ શબરીમાલા
જેવા લોકો સાથે સંકળાયેલા વિષયોને ઉચકીને પોતાની રાજકીય પરિસ્થિતિ સંગીન બનાવી છે. ભાજપનું માનવું છે કે તેને બે કે ત્રણ સીટો મળશે. એકંદરે આ તમામ રાજ્યની પરિસ્થિતિઓને જોતા અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ને
ધ્યાનમાં લેતા. જો ભાજપના પાસા સીધા પડ્યા તો ભાજપને આ રાજ્યોમાંથી 24 થી 35 સીટો નો ફાયદો થશે. હાલની રાજકીય પરિસ્થિતિ જોતા આ ફાયદો નાનોસૂનો નથી. ઉગતા સૂરજના રાજ્યમાં ભાજપનો સૂરજ ઉગે છે કે
નહીં 2૩મી મેના રોજ ખબર પડશે.
ઇશાન ના રાજ્યો કોની તરફ ઢળશે?
11 તારીખે જે રાજ્યોમાં મતદાન થનાર છે તેમાં નોર્થ
ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્યો નો પણ સમાવેશ થાય છે. અહીં અરુણાચલ
પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને
ત્રિપુરા એમ તમામ રાજ્યો ની કુલ 14 સીટો ઉપર મતદાન થશે. આ તમામ પર્વતીય
રાજ્યોમાં અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી નું શાસન હતું. કોંગ્રેસ, લેફ્ટીસ્ટ અને
સ્થાનિક પાર્ટીઓ ને સ્થાનિક લોકો ની પહેલી પસંદગી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪
પછી આ તમામ પર્વતીય પ્રદેશોમાં પરિસ્થિતિ બદલાઈ છે. ત્રિપુરા માંથી ભાજપે ડાબેરીઓને હાંકી કાઢ્યા
છે. આસામમાં ભાજપની
સરકાર છે, અરુણાચલ પ્રદેશમાં
આખેઆખો કોંગ્રેસ પક્ષ ભાજપમાં સામેલ થઈ ગયો છે. આ બધી પરિસ્થિતિઓ
ને જોતા ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કઈ પાર્ટી જીતે છે તે જોવાનું રહેશે.
અરુણાચલ પ્રદેશ -
સામાન્ય રીતે સમાચારોથી દૂર રહેનાર અરુણાચલ
પ્રદેશમાં પહેલા તબક્કામાં મતદાન થઇ જશે. આ રાજ્યમાં
લોકસભાની માત્ર બે સીટો છે જેમાંની એક બેઠક ભાજપ પાસે જ્યારે કે બીજી કોંગ્રેસ
પાસે છે. અરુણાચલ પ્રદેશ આપણા દેશનું એક ઈસાઈ રાજ્ય છે. અહીં 30 ટકાથી વધુ લોકો એ સાઇ છે જ્યારે કે 29 ટકા લોકો હિન્દુ
છે. દેશના મુખ્યમંત્રી પેમા ખંડુ છે. અરુણાચલ પ્રદેશની રાજનીતિમાં હાલ માં જ એવો
વળાંક આવ્યો હતો જે કદાચ જ બીજા કોઈ રાજ્યમાં જોવા મળ્યો હોય. કોંગ્રેસથી નારાજ
એવા આ રાજ્યમાં આખેઆખી કોંગ્રેસ પાર્ટી વર્ષ 2016માં ભાજપમાં ચાલી
ગઈ. અહીં કોંગ્રેસના
૩૩ ધારાસભ્ય એક જ રાત્રે ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપની અહીં વિધાનસભાની એકમાત્ર સીટ હતી જે
વધીને ૩૪ થઈ ગઈ અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીની આ રાજ્યમાં સરકાર સ્થપાઈ ગઈ. અરુણાચલ પ્રદેશમાં
છેલ્લા થોડા ઘણા વખતમાં અશાંતિ જોવા મળી છે.
આ રાજ્યના લોકો હિંસક માર્ગ નથી અપનાવતા પરંતુ
પર્વતીય વિસ્તારોમાં રહેનાર આદિવાસીઓને જ્યારે અરુણાચલ પ્રદેશ ની નાગરિકતા આપવાનો
નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અહીંના સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા. લોકો નું પ્રદર્શન અને આંદોલન એટલું હિંસક બની ગયું કે તેઓએ મંત્રીઓના ઘરો સળગાવી નાખ્યા. સાર્વજનિક
સંપત્તિને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું. રાજ્ય સરકારે પોતાનો નિર્ણય પાછો
ખેંચવો પડયો. આ હિંસા થયા પછી ભારતીય જનતા પાર્ટીએ નિવેદન આપ્યું કે હતું કે સમગ્ર
હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. જ્યારે કોંગ્રેસ
પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સંભાળવાની અટકળ નથી. આ રાજ્યમાં
ભાજપ પોતાની સીટ બચાવવાની સાથે સાથે કોંગ્રેસ ની સીટ છીનવવાનો પ્રયાસ કરી રહ્યું
છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટી પાસે હવે એકેય
પ્રતિનિધિ બચ્યા નથી તે પરિસ્થિતિમાં લોકોના સમર્થનને આધારે પોતાની સીટ બચાવવાનો
પ્રયાસ કરી રહ્યું છે.
આસામ -
આસામમાં લોકસભાની કુલ ચૌદ સીટો છે. જેમાં સૌથી
વધુ સાત સીટો ભાજપ પાસે છે. જ્યારે કે ત્રણ સીટો એ આઈ ડી યુ ડી એફ અને ત્રણ સીટો
કોંગ્રેસ પાર્ટી પાસે છે.
અહીં ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી
વધુ ૩૬ ટકા મત મળ્યા હતા. 11 તારીખે અહીંની
પાંચ સીટો ઉપર મતદાન થશે. આસામ ના લોકો કઈ
તરફ મતદાન કરે છે તે જોવું ઘણું જ દિલચસ્પ રહેશે કારણકે આસામમાં
સિટીઝનશીપ બિલ ને કારણે લોકો સરકારની વિરુદ્ધમાં ઉગ્ર બની ગયા છે. ફરિયાદો ઊઠી છે કે બહુ મોટી સંખ્યામાં લોકોને
સિટીઝનશિપ મળી નથી. કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને
રાજ્યમાંથી તગેડી મૂકવા કમર કસી છે.
પરંતુ સૂકા ભેગું લીલું બળે તે મુજબ ઘણા
સ્થાનિકો પણ આ બીલ માંથી બહાર લઈ જવા પામ્યા છે. વિરોધનો વંટોળ કેટલો મોટો થઈ ગયો છે કે આસામની રાજ્ય સરકારના મંત્રીઓ ભાજપ સરકારની
વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. આખી પરિસ્થિતિને
જોતા કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે.
કોંગ્રેસ પાર્ટીએ સિટિઝન શીપ બિલ નો પહેલાથી
વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારમાં તેણે આ બિલ અટકાવ્યું હતું. બરાબર તે જ સમયે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ
આ રાજ્યમાં સક્રિય થયા હતા અને ઠેર ઠેર પ્રદર્શન તેમજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આનો અર્થ બહુ સ્પષ્ટ છે કે આસામમાં વોટર નું
પોલરાઈઝેશન મોટા પાયે થયું છે.
ભારતીય જનતા પાર્ટી ની ગણતરી છે કે આ
પોલરાઈઝેશન માં તેમના વોટર તેમને મત જરૂર આપશે. જ્યારે કે સિટીઝનશિપ
બિલ થી બહાર રહી ગયેલા લોકો કોંગ્રેસને મત આપશે એટલું નક્કી છે.
મણિપુર,
મણિપુરમાં લોકસભાની બે સીટો છે જેમાંથી એક સીટ
ઉપર મતદાન થશે. ગઈ ચૂંટણીમાં આ બંને સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીએ
વિજય મેળવ્યો હતો. બહુકોણીય જંગમાં ભાજપના ફાળે માત્ર ૭ ટકા મત આવ્યા હતા જ્યારે
કોંગ્રેસ પાર્ટીએ ૪૨ ટકા મત લઈ લીધા હતા. વર્ષ 2017 માં થયેલી
વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મણિપુરના રાજકારણમાં મોટી જગ્યા હાંસલ
કરી છે. ભાજપ કોંગ્રેસ પાર્ટીને હરાવવામાં અસફળ રહ્યું
પરંતુ તેમને 36.5 ટકા મત મળ્યા છે. જ્યારે કે 21 સીટો પર વિજય
હાંસલ કર્યો છે. આની સામે કોંગ્રેસ
પાર્ટીએ માત્ર ૩5 ટકા મત મેળવ્યા પરંતુ તેઓને 28 સીટો પર જીત મળી
છે. કટોકટીના મુકાબલામાં કોંગ્રેસ પાર્ટી ભાજપને હરાવવામાં સફળ રહી પરંતુ લોકસભાની
ચૂંટણીમાં જોવાનું રહેશે કે ભાજપને મળેલા વધુ વોટ ને કારણે તેઓ અહીંની કેટલી
લોકસભાની સીટ મેળવી શકે છે.
મેઘાલય,
મેઘાલયમાં લોકસભાની કુલ બે સીટો છે અને આ બંને
સીટો ઉપર 11 તારીખે મતદાન થશે. મેઘાલયમાં એક સીટ
યુપીએ પાસે જ્યારે કે એક સીટ એનડીએ પાસે છે. સ્થાનિક ગઠબંધન દ્વારા ભારતીય જનતા
પાર્ટીએ નેશનલ પીપલ્સ પાર્ટીના સમર્થન આપ્યું હતું અને તેના ઉમેદવાર ચુંટાઇ આવ્યા
હતા. વર્ષ 2018 માં અહીં વિધાનસભાની ચૂંટણી થઇ હતી જેમાં
કોંગ્રેસ પાર્ટી નો ઝળહળતો વિજય થયો હતો.
સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર બેઠેલી કોંગ્રેસ
પાર્ટી માટે અહીંની બંને સીટો ઉપર ઉજળી તક છે. નેશનલ પીપલ્સ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના
ગઠબંધન સાથે વિધાનસભાની 19 પર જીતવામાં સફળ રહી હતી. મેઘાલયમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન રહ્યું છે. આથી લોકસભાની ચૂંટણીમાં અહીં સ્વતંત્ર રીતે ભાજપનું કશું જ ઉપજે તેમ
નથી.
મિઝોરમ,
મિઝોરમ એ શિડયુલ્ડ ટ્રાઈબ રાજ્ય છે. અહીં આખા રાજ્યની
એકમાત્ર લોકસભાની સીટ છે.
આ સીટ હાલમાં કોંગ્રેસ પાર્ટી પાસે છે. વર્ષ 2018માં અહીં થયેલી વિધાનસભા
ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી નો સંપૂર્ણ સફાયો થયો છે. મીઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી એ 26 સીટો જીતી
કોંગ્રેસ પાર્ટીને હાંસિયામાં ધકેલી દીધી.
જ્યારે કે ભારતીય જનતા પાર્ટીને ના કમળ ઉપર એક સીટ જીતી છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાની
ચૂંટણી લડી રહ્યો છે પરંતુ તેના જીતવાના એંધાણ ક્યાંય દેખાતા નથી.
નાગાલેન્ડ,
નાગાલેન્ડમાં લોકસભાની એક સીટ છે. આ સીટ નાગા
પીપલ ફ્રન્ટ પાસે છે. નાગાલેન્ડમાં સ્થાનિક આતંકવાદી અને
સરકાર વચ્ચે વર્ષ ૨૦૧૫ થી સમજૂતી ચાલુ છે.
જે મુજબ નાગા આતંકવાદીઓએ પોતાના હથિયાર હેઠા
મુક્યા છે. તેઓની માગણી છે કે નાગાલેન્ડ ની ભૂગોળ બદલવામાં આવે અને આજુબાજુના
રાજ્યોમાં જ્યાં નાગા લોકો વસે છે તે વિસ્તારોનો સમાવેશ નાગાલેન્ડમાં કરવામાં આવે. નાગાલેન્ડનું
વોટીંગ મણિપુરના મોર્નિંગ ઉપર પણ અસર નાખે છે. કારણ કે મણિપુરમાં પણ નાગા મતદાતાઓ છે. ભારતીય
જનતા પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટ વચ્ચે જોડાણ હતું. જે અત્યારે પોતાના સૌથી નબળા સમયમાં પહોંચી
ચૂક્યું છે. આ ચૂંટણીમાં નાગા પિક્ચર ફ્રેન્ડ એ પોતાનો
ઉમેદવાર ઉભો રાખ્યો છે અને તેની સામે ભારતીય જનતા પાર્ટીનો અને કોંગ્રેસના ઉમેદવાર
પણ ચૂંટણી લડી રહ્યા છે.
સિક્કિમ,
સિક્કિમ પાસે લોકસભાની એક શેર છે અને તે
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ છેલ્લી અનેક દશકો થી જીતતું આવ્યું છે. અહીં લોકસભાની
સાથે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે.
વિધાનસભા ની કુલ 3૪ સીટો સાથે લોકસભા
ની એક બેઠક માટે મતદાન થશે. વર્ષ 2014
પછી અહીં આશ્ચર્યજનક રીતે 16% લોક વસ્તી વધી ગઈ
છે. આ વસ્તી કોની છે
કઈ છે અને ક્યાંથી આવી છે તે સંદર્ભે રાજનૈતિક પાર્ટીઓ વિચારમાં પડી ગઇ છે. સિટીઝનશિપ દિલનો
અસર આ રાજ્ય પર પણ પડી રહ્યો છે. મોજુદા મુખ્યમંત્રી ચામલિંગ અહીં યુવા મતદાતાઓ
વચ્ચે સારો એવો કંટ્રોલ ધરાવે છે. આથી અહીં તેઓની
આસાન જીત માનવામાં આવી રહી છે.
ત્રિપુરા
ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ડાબેરીઓના ગઢ સમાન
ત્રિપુરામાં વર્ષ 2018
માં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પડ્યું છે. છેલ્લા અનેક
દસકાઓથી અહીં ડાબેરીઓનું શાસન હતું જે હવે પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે છે.
પરંતુ ભાજપ અને ડાબેરીઓના મત વિભાજન મા કંઈ બહુ મોટો ફરક નથી. બંને દળોને ૪૨ ટકા
મત મળ્યા છે. અહીં લોકસભાની બે બેઠકો છે અને તે બંને બેઠકો ડાબેરીઓ પાસે છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે આ બંને બેઠકો ને
પોતાના કબજામાં કરવાની તૈયારી કરી બેઠી છે.
વિધાનસભાનું પર્ફોર્મન્સ જોતા એવું જરાય નથી
લાગતું કે ભાજપને બેમાંથી એકેય બેઠકો ન મળે.
એકંદરે નોર્થ ઇસ્ટ
ના આ તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી નો સૂરજ ઊગી રહ્યો છે. જ્યારે કે કોંગ્રેસનો
ઝંડો અસ્તાચલ માં છે. સ્થાનિક પાર્ટીઓ
અહીં મહત્ત્વનો રોલ ભજવી રહી છે.
પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં ઉભું થયેલું નરેન્દ્ર મોદી નામનું વાવાઝોડું
પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં ઉભું થયેલું નરેન્દ્ર મોદી નામનું વાવાઝોડું અલગ-અલગ
પાંચ તબક્કાઓમાં બંગાળના દરિયાઈ સીમાડાઓ થી શરૂ કરી આંતરિક ભાગો
પર ત્રાટકશે. આ
વાવાઝોડાની અસર શહેરો ઉપરાંત ગામડાઓ સુધી
વર્તાશે. ચૂંટણીની
વેધશાહી ની આ આગાહી ૨૩ મી મે ના
રોજ સાચી પડશે. ભાજપના ચૂંટણી પંડિતોએ બહુ લાંબા વખત પહેલા દેશના અનેક ભાગોમાં નાન-
મોટી સીટો કોઈક ને કોઈક કારણસર હારવાની સંભાવનાઓ જોઈ
છે. આ બધી સીટો
જો નજર અંદાજ કરવામાં આવે અથવા તેનું વળતર પામવામાં અસફળતા મળે તો દિલ્હીની સત્તા હાથમાંથી
જાય તેમ છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખી
ભાજપે ચાર વર્ષ અગાઉ મિશન બંગાળ ની શરૂઆત કરી હતી. મમતા દીદી
ને લગભગ એક દોઢ વર્ષ પહેલા જ્યારે આ કાર્યક્રમ ની ખબર પડી ત્યાં સુધીમાં તેમના માટે ઘણું મોડું થઈ ગયું હતું.
પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે જ્યાં ભાજપ કદી સત્તા માં આવ્યું નથી. જોકે ભાજપ ના નેતા ઓ સ્વામી વિવેકાનંદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા બંગાળના અનેક નેતાઓના સુવાક્યો ટાંકીને પોતાની નીતિઓને હંમેશા યોગ્ય ઠેરવતા આવ્યા છે. આથી ભાજપ પૂર્વ સીમાડા ના આ રાજ્યને જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યુ છે. પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ સીટો પશ્ચિમ બંગાળમાં છે. અહીં લોકસભાની કુલ ૪૨ બેઠકો છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનરજી ના ત્રીણમૂલ કોંગ્રેસ પક્ષે ૩૪ બેઠકો ઉપર વિજય પતાકા લહેરાવી હતી. જ્યારે કે કોંગ્રેસના ખાતામાં 4 અને ભાજપ તેમજ ડાબેરીઓના ખાતામાં બે-બે સીટો આવી હતી. અહીં ત્રીણમૂલ કોંગ્રેસને 40 ટકા મત મળ્યા હતા. જ્યારે કે ડાબેરીઓને 23%, ભાજપને 17% અને કોંગ્રેસ પાર્ટીને 10 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને ઓછા મતો મળ્યા હોવા છતાં તેમણે ચાર જેટલી સીટ ઉપર કબજો જમાવ્યો કારણકે તેઓને મુસ્લિમ મત બેંકોમાંથી વધુ ફાયદો થયો. કોંગ્રેસ પાર્ટીની ચાર અને ડાબેરીઓની બંને સીટો એવા વિસ્તારમાંથી ચૂંટાઈ આવી છે જ્યાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 30 ટકાથી વધુ છે. પશ્ચિમ બંગાળમાં મુસલમાનોની સંખ્યા પણ ખાસ્સી એવી છે સરેરાશ 27% વોટર મુસ્લિમ છે. અને આથી આ રાજ્યમાં મુસ્લિમ મત બેંક હંમેશા નિર્ણય ઠરે છે. અહીં ભાજપની રણનીતિ હિન્દુઓના વોટોને એકત્રિત કરવાની અને મુસલમાન વોટ ના ધ્રુવીકરણ પર ટકેલી છે. આ માટે ભાજપે બનતી બધી તાકાત કામે લગાડી છે. યોગી આદિત્યનાથ, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઇરાની સહિતના ભાજપના ઘણા નેતાઓ અહીંયા સભાઓ ગજવી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ એરણે આવ્યા છે. ભાજપ તરફથી શારદા ચીટ ફંડ, ગેરકાયદેસર
બાંગ્લાદેશીઓ નો વસવાટ, કથળતી જતી કાયદો વ્યવસ્થા, મુસલમાન તરફી રાજ્ય સરકારના નિર્ણય, કેન્દ્ર
સરકાર વિરોધી નીતિઓ ને જનતા વચ્ચે ઉછાળવામાં આવ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની સ્મૃતિઓને સન્માન આપવામાં આવ્યું છે. આઝાદ હિંદ ફોજ ના સ્થાપના દિવસને લાલ કિલ્લા ઉપરથી ઊજવવામાં આવ્યો, તેમજ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડાઈ. આવા અનેક કાર્યક્રમો પશ્ચિમ બંગાળના સ્થાનિક સ્તરે પણ ઉજવવામાં આવ્યા. મમતા બેનરજી ના ગઢમાં ગાબડું પાડવા માટે તેમની પાર્ટીના બીજા ક્રમના મોટા નેતા એટલે કે મુકુલ રોય ને ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતાઓ ને ખુલ્લું આમંત્રણ છે. અન્ય પક્ષો દ્વારા ઉપેક્ષિત થયેલા નેતાઓનો ધસારો ભાજપ તરફ છે.
ભાજપ સાથે બાથ ભીવડાવવામાં મમતા બેનરજીએ પણ કશું બાકી રાખ્યું નથી. પોતાની લાયકાત અને તાકાત પ્રમાણે જે કંઈ પણ કરી શકે છે તે કર્યું છે. તેમના અમુક પગલાઓ તો રાષ્ટ્રીય સ્તર પર હાસ્યાસ્પદ તેમજ કાયદા વિરોધી પણ દેખાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે આંધ્રપ્રદેશની માફક તેમણે સીબીઆઇ ની રાજ્ય માં કાર્યવાહી કરવાની પરવાનગી પાછી લઈ લીધી છે. આ ઉપરાંત ભાજપના કોઈપણ નેતાને રાજ્યમાં રેલી કરવાની પરવાનગી નથી. આ માટે ક્ષુલ્લક કારણો આગળ ધરાયા છે. સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળની સરકારે
પિટિશન દાખલ કરી અને ભાજપની રથયાત્રા રોકી દીઘી. મમતા બેનરજીના આ પગલાનો ભાજપને બહુ મોટો
અસર પડ્યો છે કારણકે ભાજપ ની આ રથ યાત્રા લગભગ 77000 વોટીંગ બુથ પર પસાર થવાની હતી. જેનો સીધો ફાયદો ભાજપ ને થવાનો હતો. કેન્દ્ર સરકારે જ્યારે કલકત્તા પોલીસની વિરુદ્ધમાં ગાળીયો વધુ મજબૂત કર્યો ત્યારે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા અને આખી લડાઈ સુપ્રીમ કોર્ટના બારણે પહોંચી. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી આ સામ-સામેની લડાઈ રોજ અખબાર અને ટેલિવિઝન ચેનલમાં દેખાડાઈ રહી છે. જેના પરિણામ
સ્વરૂપે લેફ્ટ પાર્ટી અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. આ ચૂંટણીમાં એક વાત નક્કી છે કે કોંગ્રેસ અને લેફ્ટીસ્ટો પોતાનુ બચેલુ બધું જ ગુમાવી દેશે. જ્યારે કે મમતા બેનરજી અને ભાજપ રાજ્યના મતોની વહેંચણી અંદરોઅંદર કરી નાખશે. એક સમયે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરોધી તમામ દળોને એક મંચ પર લાવવામાં સફળતા મેળવનાર મમતા બેનર્જી ચુટણી આવતાની સાથેજ ગઠબંધન ના મામલે પાણી માં બેસી ગયા છે અને એકલા ચાલો રે ની નિતી પર આગળ ઘપી રહ્યા છે. સિટીઝનશીપ બીલ લાવવા ને કારણે ભાજપને પશ્ચિમ
બંગાળ ના પર્વતીય વિસ્તારો માંથી વોટ નહીં મળે. પરંતુ ભાજપની નજર પર્વતીય વિસ્તારો કરતા મેદાન પ્રદેશ માં વસતા હિંદુ મત બેંક ઉપર ટકેલી છે. ગત પંચાયતની ચૂંટણીમાં ભાજપે લગભગ ૩૪ ટકા સીટો ઉપર કબજો કરી લીધો હતો. જ્યારે કે મમતા બેનરજીએ પોતાની રણનીતિ બદલતા 350થી વધુ મુસ્લિમ કેન્ડિડેટોને મેદાનમાં ઉતાર્યા હતા. વાત એકદમ સરળ છે. મમતા બેનર્જી ની નજર લેફ્ટ અને કોંગ્રેસ ના મુસ્લીમ મત ઉપર છે જ્યારે કે ભાજપ ની નજર હિંદુ મતદારો પર છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યમાં કનફ્યૂઝ થઈ ગયાં છે. એક તરફ રાહુલ ગાંધી મમતા બેનર્જી ને સમર્થન આપી રહ્યાં છે જ્યારે કે બીજી તરફ શારદા ચીટ ફંડ જેવા મામલે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ને જનતા ને જવાબ આપવો ભારે પડી રહ્યોં છે. આ બધી પરિસ્થીતીઓને જોતા આ રાજ્ય મેં ભાજપ 2 સીટ થી વધી ને 15 - 17 કે પછી 22 સીટો પર પહોંચી શકે છે જ્યારે કે મમતા બેનર્જી, કોંગ્રેસ અને લેફ્ટ ને નુકસાન ભોગવવું પડશે.
આંધ્ર પ્રદેશ માં ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ વચ્ચે જંગ...
૧૧મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ
થશે. જે રાજ્યોમાં પહેલા ચરણમાં મતદાન થવાનું છે
તેમાં આંધ્રપ્રદેશ સામેલ છે.
આજે સવાલ પૂછાઇ રહ્યો છે કે આંધ્ર પ્રદેશમાં કોને વધુ સીટો મળશે. કારણકે ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી ની વિરુદ્ધમાં રણશિંગુ ફૂંક્યું છે. સાથે જ કોંગ્રેસથી સલામત અંતર જાળવ્યું છે. પોતાની રાજનીતિ ને બચાવવા માટે ગમે તે હદ વટાવી
ને ભારતના સંઘીય ઢાંચાને નુકસાન
પહોંચાડવાનું કામ ચંદ્રબાબુ
નાયડુએ છેલ્લા એક વર્ષ દરમિયાન કર્યું છે.
આ વાતને આગળ વધારતા પહેલા આંધ્રપ્રદેશના આંકડાઓ
પર એક નજર નાખીએ. આંધ્ર પ્રદેશમાં
લોકસભાની 25 બેઠકો છે. અહીં તેલુગુ દેશમ પાર્ટી પાસે 25, વાય એસ આર
કોંગ્રેસ પાર્ટી પાસે 8, ભારતીય જનતા પાર્ટી પાસે બે બેઠકો છે. જ્યારે કે
કોંગ્રેસ ગત ચૂંટણીમાં અહીંયા પોતાનું ખાતું પણ ખોલી શકી નહોતી. આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની
ચૂંટણીઓ પણ છે. અહીં વિધાનસભાની 175 બેઠકો છે. એક જ
તબક્કામાં લોકસભા અને વિધાનસભા બંને માટે મતદાન થશે. ગત લોકસભાની
ચૂંટણી દરમિયાન વાયએસઆર કોંગ્રેસને 46%
મત મળ્યા હતા પરંતુ તેમને ઓછી સીટો મળી હતી, જ્યારે કે
ચંદ્રબાબુ નાયડુ ને માત્ર ૪૧ ટકા મત મળ્યા હતા પરંતુ તેઓ મેદાન મારી ગયા હતા. ભાજપને અહીં માત્ર સાત ટકા મત મળ્યા હતા. આ રાજ્યમાં 88% હિન્દુઓ છે પરંતુ
તેમના મતોની વહેંચણી થઈ જાય છે. જ્યારે કે 10 ટકા વસ્તી
મુસલમાનોની છે.
આ આખી ચૂંટણી
દરમિયાન ચંદ્રબાબુ નાયડુ સમાચારોના કેન્દ્રમાં રહ્યા છે. એનડીએ નો સાથી
પક્ષ હોવાને કારણે
તેમણે પહેલા ચાર વર્ષ સત્તાનો સ્વાદ અને આનંદ માણ્યો. ત્યારબાદ પોતાનો સુર બદલી નાખ્યો. વર્ષ 2014માં આંધ્ર પ્રદેશ રાજ્ય ના બે ટુકડા થયા અને
તેલંગાણાના નામનો એક નવો પ્રદેશ બન્યો.
બસ ત્યાર બાદ ચંદ્ર બાબુ નાયડુ માટે અઘરો સમય શરૂ થયો. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી તેમજ શહેરોમાં
સરકારની વિરુદ્ધમાં આક્રોશ વધવા માંડ્યો,
એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર ની અસર વર્તાવા માંડી. બદલાયેલી પરિસ્થિતિમાં ચંદ્રબાબુ નાયડુ ને
પોતાની રાજનીતિ આગળ વધારવાનો કોઈ માર્ગ ન મળ્યો. આથી તેમણે કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્ય સરકાર
ની પોલીસી અપનાવી.
યોજનાબદ્ધ રીતે પહેલા તેમણે આંધ્રપ્રદેશ માટે
એક પેકેજ માગ્યું. પૅકેજ મળી ગયા બાદ રાજ્યમાં અસંતોષ છે તે કારણ આગળ ધરી આંધ્ર
પ્રદેશ ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી. સ્વાભાવિકપણે આંધ્ર પ્રદેશ ને વિશેષ રાજ્યનો
દરજ્જો મળવાપાત્ર નહોતો.
આથી મોજુદા ભાજપ સરકારે દગો કર્યો છે તેવી દલીલ
આગળ ધરી તેમણે આંધ્રપ્રદેશમાં ઠેકઠેકાણે પ્રદર્શનો અને પ્રેસ કોન્ફરન્સો કરવા
માંડી. આટલું કર્યા બાદ
પણ ચંદ્રબાબુ ની વાત જનતાને વાત ગળે ન ઉતરી ત્યારે તેમણે ઐતિહાસિક પગલું ભર્યું.
કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં અવિશ્વાસ નો પ્રસ્તાવ લઇ આવ્યા. મોદી સરકારની
વિરુદ્ધમાં પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં પોતાની વાત
રાષ્ટ્રીય સ્તરે પહોંચે એટલે ભાજપ વિરોધી પાર્ટીઓનો સંપર્ક કરી અવિશ્વાસ પ્રસ્તાવ
ને આગળ ધપાવ્યો. ભારતની સંસદના
કેટલાય કલાકો બરબાદ કરી નાખ્યા. પાર્ટીની વાત જનતા
સુધી પહોંચે એટલે સંસદમાં
અંગ્રેજીમાં ભાષણ આપ્યા બાદ તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓએ આંધ્ર પ્રદેશમાં સ્થાનિક
ભાષામાં પ્રેસ કોન્ફરન્સ કરી. પોતે મોદી વિરુદ્ધ માં સક્રિય છે એવું દેખાડવા
દિલ્હી દોડી ગયા.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, ત્રીણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, રાહુલ ગાંધી, લેફ્ટીસ્ટ વગેરે સાથે ભેગા મળી દિલ્હીમાં ધરણા આંદોલન
કર્યા. આ બધું કરવા પાછળ
નું એક માત્રકારણ એ હતું કે તેઓ
પોતાની ના કામયાબી ઓ નો ટોપલો કેન્દ્ર સરકારના માથે ઢોળી શકે. આજની તારીખમાં આંધ્ર
પ્રદેશમાં કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં વાતાવરણ પેદા કરવાની તેમની નીતિ અમુક
વિસ્તારોમાં કારગર નીવડી છે. તેલુગુ દેસમ
પાર્ટીના કાર્યકર્તાઓ કમસેકમ લોકો વચ્ચે જઇને આ મુદ્દે વાત કરી રહ્યા છે. પોતાનો
ઉગ્ર વિરોધ લોકો વચ્ચે રજૂ કરવા તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની સીબીઆઇ
સંદર્ભે ની સંધી તોડી નાખી.
એક સમયે એવું લાગતું હતું કે ચંદ્રબાબુ નાયડુ
ભાજપની વિરુદ્ધમાં મહાગઠબંધન બનાવવામાં કામયાબ રહેશે. પરંતુ અઠંગ ખેલાડી ની માફક જ્યારે ગઠબંધન
કરવાનો સમય પાક્યો ત્યારે પાણીમાં બેસી ગયા. કોંગ્રેસ પાર્ટી
થી સલામત અંતર જાળવી ચૂંટણીપૂર્વેના કોઈપણ પ્રકારના ગઠબંધનની ના પાડી દીધી. આ કારણથી જ આજકાલ રાહુલ ગાંધી પણ ચંદ્રબાબુ
નાયડુ ની વિરુદ્ધમાં નિવેદન આપવા માંડ્યા છે.
બીજી તરફ રાજ્યમાં
જગન મોહન રેડ્ડી કોંગ્રેસ પાર્ટીને મૂળમાંથી ઉખાડી નાખવામાં સફળ થયો છે. છેલ્લા પાંચ વર્ષ
દરમિયાન તેણે આંધ્ર પ્રદેશમાં ત્રણ યાત્રાઓ પૂરી કરી છે. દરેક ગામડામાં પોતાના પક્ષના કાર્યકર્તાઓ
બનાવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર એક ટિપ્પણી એવી ફરી રહી છે
કે જગન રેડ્ડી એ પોતાની યાત્રાઓ પાછળ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. વાયસર કોંગ્રેસ એ કોંગ્રેસ માંથી છૂટી પડેલી
પાર્ટી છે. તેનું અસ્તિત્વ કોંગ્રેસ પાર્ટી ની બરબાદી માં સમાયેલું છે. આગામી ચૂંટણીમાં
જગન રેડ઼્ડી મોટાપાયે જીત મેળવે તો આશ્ચર્યચકિત થવાની
કોઈ જરૂર નથી.
ભારતીય જનતા
પાર્ટી અને કોંગ્રેસનું આ રાજ્યમાં કંઈ ખાસ ઉપજતું નથી. ભાજપ પાસે બે સીટો
જરૂર છે પરંતુ તે જાળવી શકશે કે કેમ તે શંકાનો વિષય છે. એમ આઈ એમ પાર્ટી
હૈદરાબાદ સુધી મર્યાદિત છે. 10% મુસલમાનોને તેઓ
સ્પર્શે છે પરંતુ કોઈ મોટી સફળતા મેળવે તેવું લાગતું નથી. આ આખીયે
પરિસ્થિતિને જોતા હાલ એવું લાગી રહ્યું છે કે વાય એસ આર કોંગ્રેસ અને ચંદ્રબાબુ
નાયડુ ની તેલુગુ દેશમ પાર્ટી વધુમાં વધુ સીટો મેળવી જશે. કેન્દ્ર માં કઈ પાર્ટી પાસે
સત્તા બનાવવાના ઉજળા મોકા છે તે જોઈ ચંદ્રબાબુ નાયડુ નવું પગલું ભરશે. જ્યારે કે
જગન રેડ઼્ડી ચૂંટણી બાદ એનડીએ
નો ધટક પક્ષ બની શકે છે.
Subscribe to:
Posts (Atom)
उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।
-
उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।