આજથી 11 વર્ષ પહેલાં ૩૦ ડિસેંબર 2006 ના દિવસે ઇરાક ના પદભ્રષ્ટ પ્રમુખ સદ્દામ હુસૈન ને ફાંસી ના
માચડે ચડાવ વા માં આવ્યા હતાં. સદ્દામ હુસૈન ઇરાક માટે સારા હોય કે ખરાબ પરંતુ
ભારત સાથે તેમની મૈત્રી હમેશાં નિર્વિવાદિત રહી. સદ્દામ હુસૈન તેમની લક્જુરીયસ
જિવન શૈલી માટે જાણીતા હતા. આજે સદ્દામ હયાત નથી પરંતુ તેમની સેવા માં હાજર એવા
ઘણાય લોકો આજે વિશ્વ માં અલગ અલગ ઠેકાણે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમાંથી એક છે.
માસ્ટર શેફ જોશેન કેર્ન. થોડા સમય અગાઉ તેઓ અમારી સાથે રુબરુ થયાં.
જોશેન
કેર્ન આજ-કાલ મલેશીયામાં મોજુદ છે, તેમના હાથ માં જાદુ છે. આ માસ્ટર શેફ પાસે ચટાકેદાર વ્યંજનો
ની રેસિપી સિવાય બીજી ઘણી બધી દિલચસ્પ વાતો નો ખજાનો પણ છે, જેને કારણે ભોજન ની મજા બેવડાઇ જાય છે. આ જર્મન માસ્ટરશેફ
મલેશિયા ની રાજધાની કુઆલાલંપૂરમાં બારજાયા કૉલેજ ઓફ હોસ્પિટાલિટી માં ડાઇરેક્ટર પદ
પર કાર્ય રત છે અને વર્જિન પામ ઓયલ સાથે નવા નવા પ્રયોગ કરી તેને પ્રચારિત કરવા
માં વ્યસ્ત છે. આખા વિશ્વ માં કુલ 425 વર્લ્ડ માસ્ટર શેફ છે. જેમાંથી ચાર માસ્ટર શેફ એશિયા માં
કામ કરી રહ્યાં છે. જોશેન કેર્ન તેમાના એક છે. તેમના હાથ થી બનેલું ભોજન
ખાવા માટે રસિકો ની કોઈ કમી નથી. જોશેન ના હાથનું ખાવાનું ઇરાકના ભૂતપૂર્વ પ્રમુખ
સદ્દામ હુસેન પણ ખાઈ ચુક્યા છે. ઈરાક અને ઇરાનના યુદ્ધ સમયે તેઓ ઇરાક માં મોજૂદ
હતા.
જોશેન
કેર્ન અમારી માટે મશરુમ સલાડ અને અરબી વ્યંજન હોલીશેક બનાવી રહ્યા હતા. અમે તેમને
સહજ રીતે પ્રશ્ન પૂછ્યો કે “પહેલાં
તમે ક્યાં કામ કરતા હતા”. તેમણે કહ્યું “હું છેલ્લા 35 વર્ષથી વ્યંજનો બનાવું છું, જોકે હું સદ્દામ હુસૈન માટે પણ વ્યંજનો બનાવતો હતો”. “સદ્દામ હુસૈન….” અમારા મોઢામાંથી ઉદગારજનક રીતે આ નામ બહાર આવ્યું. હજી ભોજન
બન્યું નહોતું એટલે અમે સદ્દામ હુસૈન વિષે વાતચીત ચાલુ રાખી. અમે પૂછ્યું “તમે ઈરાક શી રીતે પહોંચી ગયા?” . જોશેન કેર્ન ના અનુભવી હાથ એ સમયે ટમેટા ના ઝીણા ઝીણા ટુકડા
કાપવા માં વ્યસ્ત હતા. ટમેટા ને ફ્રાઈંગ પેન માં નાખી તેમણે કહ્યું, “હું મેરીયટ માટે કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટ હેઠળ મારે
ઇરાક માં ફરજ બજાવવી પડી”. અમે પૂછ્યું, “તમે યુદ્ધ ના સમયે સદ્દામ ની સાથે હતા ઇરાક છોડીને ગયા નહીં?” ગરમ પાણીમાં કોબીનું એક પત્તું નાખતા તેઓએ જવાબ આપ્યો કે “હું ઇચ્છત તો ઇરાક છોડી શકત પણ મારું મન માન્યું નહિ. મેં
મારા જીવન ના અમૂલ્ય પાઠ ઈરાક માં જ ભણ્યા. સદ્દામ હુસૈન ને છોડવા નું મન નહોતું
થતું”.
સદ્દામ
હુસૈન પ્રત્યે નો આટલો પ્રેમ જોઈ અમે સમજી ચુક્યા હતા કે જોશેન પાસે ઘણી જાણ કારી
છે. અમે કહ્યું, “ કંઈક દિલચસ્પ વાત જણાવો. ઈરાક - ઇરાન યુદ્ધ સમય
ની”. આંગળી ગરમ પાણીમાં બોળીને પાણી ની ગરમી માપતા
તેઓ ઊંચા અવાજમાં બોલ્યા. “ તમે પત્રકાર છો ને… પરંતુ યુદ્ધ સમયે તમારા જેવા લોકો નું કોઈ જ કામ હોતું નથી, કિંમત તો કીડાઓ ની હોય છે. ઇરાક-ઈરાન વચ્ચે જ્યારે યુદ્ધ
ચાલુ હતુ, ત્યારે એવા વિચિત્ર અને એવા અવનવા હથિયાર લઇ ને
વેપારી ઓ ઇરાક આવી પહોંચતા. અમારે તેમના માટે આખો ભોજન બનાવવું પડતું હતું. સદ્દામ
હુસેન ના સૈનિક અને અત્યાધુનિક ટેકનોલોજી, મિસાઇલ ને કારણે અમારી હોટલ ને વિશેષ સુરક્ષા મળી
હતી. આ જ કારણ થી તમામ વેપારી ઓ અને સૈન્ય ના ઉચ્ચ હોદ્દેદાર અમારી હોટલ માં રોકવા
આવતા. કેટલાક વેપારી ઓ બંદૂક વેંચવા આવતા તો કેટલાક દારુગોળા.. કેટલાક વેપારી ઓ
ભાડાના સૈનિકો ને લઈ આવતા. પરંતુ એક વેપારી ઘણા પૈસા કમાયો અને તે ઘણી વિચિત્ર
વસ્તુ પોતાની સાથે લઈને આવ્યો હતો. તે એવા પ્રકાર ના જમીન નીચે રહેનાર કીડા ઓ લઈને
આવ્યો હતો કે જેમને જમીન ઉપર નાખ્યા બાદ પાણી નો છંટકાવ કર્યા પછી, આ કીડાઓ નાની-નાની સુરંગો વડે જમીનમાં ઊંડે સુધી ચાલ્યા
જતા. આને કારણે જમીન પોચી થઇ જતી હતી, અખાત યુદ્ધ વખતે આ વેપારી એ સેંકડો-કરોડ ની કિંમત ના આવા
કીડાઓ સદ્દામ હુસેન ને વેચ્યા હતા. સદ્દામ હુસેન ના સૈનિકો એ જે રસ્તે ઈરાક ની
રણગાડી ઓ આવનાર હતી, ત્યાં આ કીડા ઓ મૂકી દીધા હતા. જેથી રણ
ગાડીઓ નાં પૈડાં જમીનમાં ખૂંપી જાય”.
“તો આખા યુદ્ધ દરમ્યાન તમારી હોટલ પર એક એકેય તોપ ગોળો પડ્યો
જ નહીં?”…. અમારામાં ના એક વ્યક્તિ એ આ
પ્રશ્ન પૂછ્યો.
હવે
કોબી નું પત્તુ ઉકળતા પાણીમાં ઢીલું થઈ ચૂક્યું હતું. જોશેન લીલા મરચા ને ચીરી
રહ્યો હતો, ટામેટા ની ગ્રેવી અને રશિયન વનસ્પતિ ને મેળવી
તેણે ઓવનમાં આ ત્રણેય વસ્તુ ને ગરમ કરવા મૂકી. હસતા હસતા તેણે કહ્યું... “ડિફેન્સ ગમે તેટલો મજબૂત હોય, એટેક તો હંમેશા થવાનો જ છે. અમારી હોટલ ઉપર પણ તોપગોળા
પડ્યાં. પરંતુ મારો અને મારા સાથીદાર નો આબાદ બચાવ થયો. મારો સાથીદાર ઘવાયો
હતો અને હું ઘણો જ ગભરાયેલો હતો. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ અમારા ઘાયલ થયાના
સમાચાર સદ્દામ હુસૈન ને મળતા જ તેઓએ ફોન ઉપર ખબર-અંતર પૂછ્યા. સાંજે મળવા પણ આવ્યા”. અમે પૂછ્યું “તો તમે સદ્દામ ને મળ્યા છો એમને?” તેણે કહ્યું, “હું સદ્દામ ની ફેવરીટ ડિશ એટલે કે ભરેલું બકરું બનાવવા માં
માહેર છું. જે રીતે ભારત માં ભરેલા રીંગણા બનાવવા માં આવે છે, તે જ રીતે બકરા ના શરીરમાં મસાલો ભરી તેને બાફી અને
રાંધવામાં આવે છે. સદ્દામ હુસૈન આના ઘણા શોખીન હતા. તેઓ ઘણીવાર મારી પાસે આ બનાવડાવતા”.
“તો પછી દિવસ આંખો યુદ્ધ ચાલતું?” અમે પૂછ્યું.. “જરાય નહીં” તેમણે કહ્યું. “ઈરાક અને ઈરાનના યુદ્ધ સમયે અને વણલખાયેલા નિયમો હતા.
નમાજના સમયે યુદ્ધ આપોઆપ બંધ થઈ જતું. બપોરે જ્યારે ગરમી ઘણી વધી જાય ત્યારે બંને
પક્ષે યુદ્ધ માં વિરામ લેવાતો. પરંતુ રાત આખી વિમાન ની ઘરેરાટી અને તોપગોળા ના
અવાજો વચ્ચે વિતતી હતી”. હવે વાનગી લગભગ બની ને તૈયાર થઈ ગઈ હતી. અમે
જોશેન ને પૂછ્યું “સદ્દામ હુસૈન એક વ્યક્તિ તરીકે કેવો હતો?” એક ક્ષણ પણ અટક્યા વગર તેમણે જવાબ આપ્યો, “ સદ્દામ ખરેખર એક સારા વ્યક્તિ હતા. ઘણા જ વિનમ્ર અને
નિખાલસ. પરંતુ તેલના ખેલમાં તેઓ અટવાઈ ગયા. તેમના મૃત્યુનું મને દુઃખ છે”.
વાનગી
બનીને તૈયાર થઈ ગઈ હતી. એક ફેશનેબલ ઢબથી અમને પીરસવામાં આવી. અમે વ્યંજનનો સ્વાદ
ભરપૂર માણ્યો. પરંતુ આ માસ્ટર શેફ સાથે થયેલી વાતચીત એક વ્યંજનથી કંઈ ઓછી નહોતી.
No comments:
Post a Comment