Wednesday, November 7, 2018

આતંકવાદ ને નાથવા પર્યટન નું ઓસડ


કાશ્મીર માં આતંકવાદ ને ડામવા સરકારે પર્યટન નો સહારો લીધો છે.  છેલ્લા લાંબા સમયથી અખબાર અને મીડિયામાં કાશ્મીર માં ફેલાયેલી અરાજકતા તેમજ રાજકીય અસ્થીરતા અને એનકાઉંટર ના સમાચાર છપાઈ રહ્યાં છે. જેને કારણે પર્યટકોએ ધરતીના સ્વર્ગ થી પોતાનો છેડો ફાડવાની શરૂઆત કરી દીધી છે. ગત વર્ષ ની સરખામણી માં આ વર્ષે પર્યટકો ની સંખ્યા ઓછી રહી છે.  મોજુદા કેન્દ્ર સરકારે આતંકવાદીઓને બંદૂકના નાળચે લીધા છે.  આવા સમયે કાશ્મીર મા પર્યટકો પાછા નહી ફરે અને અહીંની ઈકોનોમી વધુ પૈસા નહિ ઠલવાય તો પરિસ્થિતિ વણસી શકે તેમ છે.




આ આખી પરીસ્થીતી ને ધ્યાન માં લઈ કેન્દ્ર સરકાર અને મોજુદા પ્રશાસને ગવર્નર ની આગેવાની માં શિયાળા ના સમય માં પણ ટુરીઝમ ને પ્રોત્સાહન આપવા ભરપુર પ્રયાસો શરુ કર્યા છે.  કેન્દ્ર સરકારે કાશમીર ટુરીઝમ ને આગળ વધારવા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે.  અત્યાર સુધી ૩૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચ થઇ ચુક્યા છે અને આવનાર દિવસોમાં વધુ ૪૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવનાર છે. આ પરિસ્થીતી માં કાશ્મીર પ્રશાસને ઓટમ ફામ ટૂર ની જાહેરાત કરી છે.
પ્રશાસન ની આ જાહેરાત થી ઘણા લોકો ને આશ્ચર્ય થયું છે કે શીયાળા ની કળકળતી ઠંડી માં કાશ્મીર માં પર્યટન શી રીતે શક્ય છે? પરંતુ આ તમામ સવાલો ના જવાબ મોજુદા ગવર્નર સત્યપાલ મીલક પાસે છે. દલીલ અપવામાં આવી છે કે જ્યારે ચિનાર ના પાંદડા લાલઘૂમ થઈ હવાના હળવા ઝોંકા સાથે જમીન ઉપર પડતા હોય છે અને  આ સૂકા પાંદડાને કારણે જમીન આખી લાલ-પીળી થઈ ગયેલી દેખાય ત્યારે કાશ્મીર ખીણમાં બે મહિના માટે પ્રકૃતિ એક નવો જ રંગ ધારણ કરે છે. બસ આજ સમય ગાળા દરમ્યાન પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષવા ના પ્રયાસ ચાલુ છે. પાનખર ઋતુ સમયે કાશ્મીરનો મિજાજ કેવો હોય છે અને તેનો આનંદ શી રીતે ઉઠાવી શકાય તેની બહોળી પ્રસિદ્ધિ માટે દેશભરમાંથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓ  અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.  પર્યટકોને આકર્ષિત કરવા માટે શ્રીનગરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને ગોલ્ફ કોર્સ ને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે.  કાશ્મીરમાં પ્રવાસનને આગળ ધપાવવા ગવર્નર સત્યપાલ મલીક ખુદ  લોકોને સંબોધી રહ્યા છે અને સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરી રહ્યા છે. કાશ્મીરની વખણાયેલી ( હાલમાં ભુલાઈ ગયેલી ) તમામ વસ્તુઓ લોકો સામે પ્રદર્શિત કરવામાં આવી છે.  સંતુર વાદન,  કાશ્મીરી કાલીન,  મોગલ ગાર્ડન ના ફૂલો, પશ્મીના શાલ વરેગે ની લોકો ને યાદ અપાવવામાં આવી રહી છે.  કાશમીર ટુરીઝમ ના પ્રચાર માટે પોસ્ટલ સ્ટેંપ પણ જાહેર કરવામાં આવી છે.  જેથી કાશ્મીરના શીયાળા ના રંગો ટપાલ ની સાથે લોકોના ઘરે પહોંચે.
સામાન્ય રીતે ઉનાળુ વૅકેશન એટલે કે માર્ચ મહિના થી શરૂ કરીને જૂન મહિના ના પહેલાં સપ્તાહ સુધી  પર્યટક કાશ્મીર ની મુલાકાત લેતા હોય છે.  આ ઉપરાંત અમુક પર્યટકો ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માં પણ કાશ્મીરની મુલાકાત લેતા હોય છે. આ મહિનાઓ દરમ્યાન કાશ્મીર ની આબોહવા ખુશનુમા હોય છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર માં આતંકવાદ પણ કંઈક પ્રમાણ માં ઓછો હોય છે.  જેનું પ્રમુખ કારણ સામાન્ય નાગરિક ની  રોજીરોટી સાથે સંકળાયેલું છે. પર્યટકો ના ધસારાને કારણે મહદંશે કાશ્મીરના નાગરિકો વ્યવસાય માં જોતરાયેલા રહે છે.  આતંકવાદીઓ પર્યટકો પર હુમલો કરી સામાન્ય નાગરિક ની રોજીરોટી  છીનવી લેવાની હિંમત કરતા નથી કારણકે આમ કરવા જતાં સામાન્ય નાગરિક ની ખફાગી  વહોરી લેવી પડે તેમ છે,  જે  આતંકવાદીઓ માટે નકારાત્મક બાબત છે.  આ વસ્તુ ને ધ્યાન માં રાખીને યુવ વર્ગ ને પ્રોત્સાહન આપવા માટે અને સામાન્ય નાગરિકોને વર્ષ આખું પર્યટન થકી રોજીરોટી મળી રહે તે માટેના પ્રયાસ શરૂ કરાયા છે.
 કાશ્મીર ની જીડીપી માં પર્યટન થી આવતો ફાળો 7.1 ટકા નો છે. આ ઉપરાંત પર્યટકો દ્વારા કરાતા ખર્ચ ને કારણે લોકો ની કમાણી વધી જાય છે. પરંતુ પર્યટન ની મોસમ માત્ર 6 મહીના છે. પર્યટન માટે નો આ સમય ગાળો જો 6 માંથી વધી ને 9 મહીના થઈ જાય તો લોકો ની કમાણી ખાસ્સી વધી જાય તેમ છે.  સરકારના આ કાર્યક્રમમાં રંગમાં ભંગ પાડવા માટે હુર્રીયત, અલગાવવાદીઓ તેમજ આતંકવાદીઓ એ કંઈજ બાકી રાખ્યુ નથી. સરકારે જે દિવસે ઓટમ ફામ ટૂર ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે જ દિવસે હુરિયત ના નેતાઓએ શ્રીનગર બંધનું એલાન આપ્યું. જેથી ઓટમ ફેસ્ટીવલ ની સાથે શ્રીનગર બંધ ના સમાચાર બધેજ છપાઈ જાય.  ટુરીઝમ વિભાગના અધિકારીઓ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ પોતાને દેશભક્ત ગણાવતો હોય અને કાશ્મીર ને ભારત  નું અવિભાજ્ય અંગ ગણતુ હોય તો ફેસબુક પર પોસ્ટ લખવાથી કામ નહીં બને. કાશ્મીર માં આવો, અહીંના લોકો ને રોજગાર આપો, પૈસા ખર્ચ કરો. આમ કરવા થી યુવા વર્ગ ના હોથ માંથી આપોઆપ બંદુક છુટી જશે. હવે જોવાનું એ રહે છે કે સરકારના આ પગલા ની સામે અલગાવવાદીઓ તેમજ આતંકવાદીઓ પોતાની દુકાન બચાવવા માટે શું નવો દાવ ખેલે છે.
જોકે શીયાળુ ફેસ્ટીવલ માટે પર્યટકો ને બોલાવતા પહેલા સરકારે હજુ વધુ તૈયાર કરવી પડશે. અતિરીક્ત  વીજળી ક્યાંથી લાવવામાં આવશે તે એક બહુ મોટો સવાલ છે . કારણકે વિન્ટર સીઝન માં કાશ્મીર માં 16 કલાક વીજળી કપાત લાગુ કરવામાં આવે છે.  આ ઉપરાંત કાશ્મીરમાં નાઈટ લાફ જેવું કશું જ નથી. અહીં સિનેમાઘરો પણ બંધ છે..  ક્રિકેટનું કોઈ મેદાન નથી.  આ પરિસ્થિતિમાં એક પર્યટક ચોખ્ખી હવા,  ઊંચા ઊંચા પહાડો,  લાલ પાંદડાઓ અને ફૂલો જેવી એક ની એક વસ્તુ ક્યાં સુધી જોશે? કાશ્મીરનો પર્યટન વ્યવસાય બારે મહિના ચાલુ રાખવો હોય તો મનોરંજનના વધુ સાધનો વિકસાવવા પડશે.

- જન્મભૂમિ અખબાર માં લેખક નો પ્રસીદ્ધ થયેલ લેખ. 

No comments:

उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।