Friday, April 12, 2019

ઇશાન ના રાજ્યો કોની તરફ ઢળશે?

11 તારીખે જે રાજ્યોમાં મતદાન થનાર છે તેમાં નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્યો નો પણ સમાવેશ થાય છે.  અહીં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા એમ તમામ રાજ્યો ની કુલ 14 સીટો ઉપર મતદાન થશે.  આ તમામ પર્વતીય રાજ્યોમાં અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી નું શાસન હતું. કોંગ્રેસ, લેફ્ટીસ્ટ અને સ્થાનિક પાર્ટીઓ  ને સ્થાનિક લોકો  ની પહેલી પસંદગી હતી.  પરંતુ વર્ષ ૨૦૧૪ પછી આ તમામ પર્વતીય પ્રદેશોમાં પરિસ્થિતિ બદલાઈ છે.  ત્રિપુરા માંથી ભાજપે ડાબેરીઓને હાંકી કાઢ્યા છે.  આસામમાં ભાજપની સરકાર છેઅરુણાચલ પ્રદેશમાં આખેઆખો કોંગ્રેસ પક્ષ ભાજપમાં સામેલ થઈ ગયો છે.  આ બધી પરિસ્થિતિઓ ને જોતા ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કઈ પાર્ટી જીતે છે તે જોવાનું રહેશે.



અરુણાચલ પ્રદેશ -

સામાન્ય રીતે સમાચારોથી દૂર રહેનાર અરુણાચલ પ્રદેશમાં પહેલા તબક્કામાં મતદાન થઇ જશે. આ રાજ્યમાં લોકસભાની માત્ર બે સીટો છે જેમાંની એક બેઠક ભાજપ પાસે જ્યારે કે બીજી કોંગ્રેસ પાસે છે.  અરુણાચલ પ્રદેશ આપણા દેશનું એક ઈસાઈ રાજ્ય છે.  અહીં 30 ટકાથી વધુ લોકો એ સાઇ છે જ્યારે કે 29 ટકા લોકો હિન્દુ છે. દેશના મુખ્યમંત્રી પેમા ખંડુ છે. અરુણાચલ પ્રદેશની રાજનીતિમાં હાલ માં જ એવો વળાંક આવ્યો હતો જે કદાચ જ બીજા કોઈ રાજ્યમાં જોવા મળ્યો હોય. કોંગ્રેસથી નારાજ એવા આ રાજ્યમાં આખેઆખી કોંગ્રેસ પાર્ટી વર્ષ 2016માં ભાજપમાં ચાલી ગઈ.  અહીં કોંગ્રેસના ૩૩ ધારાસભ્ય એક જ રાત્રે ભાજપમાં સામેલ થઈ ગયા.  ભાજપની અહીં વિધાનસભાની એકમાત્ર સીટ હતી જે વધીને ૩૪ થઈ ગઈ અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીની આ રાજ્યમાં સરકાર સ્થપાઈ ગઈ. અરુણાચલ પ્રદેશમાં છેલ્લા થોડા ઘણા વખતમાં અશાંતિ જોવા મળી છે.  આ રાજ્યના લોકો હિંસક માર્ગ નથી અપનાવતા પરંતુ પર્વતીય વિસ્તારોમાં રહેનાર આદિવાસીઓને જ્યારે અરુણાચલ પ્રદેશ ની નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અહીંના સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા. લોકો નું પ્રદર્શન અને આંદોલન એટલું હિંસક બની ગયું કે તેઓએ મંત્રીઓના ઘરો સળગાવી  નાખ્યા. સાર્વજનિક સંપત્તિને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું. રાજ્ય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડયો. આ હિંસા થયા પછી ભારતીય જનતા પાર્ટીએ નિવેદન આપ્યું કે હતું કે સમગ્ર હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે.  જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સંભાળવાની અટકળ નથી. આ રાજ્યમાં ભાજપ પોતાની સીટ બચાવવાની સાથે સાથે કોંગ્રેસ ની સીટ છીનવવાનો પ્રયાસ કરી રહ્યું છે  જ્યારે કે કોંગ્રેસ પાર્ટી પાસે હવે એકેય પ્રતિનિધિ બચ્યા નથી તે પરિસ્થિતિમાં લોકોના સમર્થનને આધારે પોતાની સીટ બચાવવાનો પ્રયાસ  કરી રહ્યું છે.

આસામ -

આસામમાં લોકસભાની કુલ ચૌદ સીટો છે. જેમાં સૌથી વધુ સાત સીટો ભાજપ પાસે છે. જ્યારે કે ત્રણ સીટો એ આઈ ડી યુ ડી એફ અને ત્રણ સીટો કોંગ્રેસ પાર્ટી પાસે છે.  અહીં ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ ૩૬ ટકા મત મળ્યા હતા.  11 તારીખે અહીંની પાંચ સીટો ઉપર મતદાન થશે.  આસામ ના લોકો કઈ તરફ મતદાન કરે છે તે જોવું ઘણું જ દિલચસ્પ રહેશે  કારણકે આસામમાં સિટીઝનશીપ બિલ ને કારણે લોકો સરકારની વિરુદ્ધમાં ઉગ્ર બની ગયા છે.  ફરિયાદો ઊઠી છે કે બહુ મોટી સંખ્યામાં લોકોને સિટીઝનશિપ મળી નથી.  કેન્દ્ર સરકારે  ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને રાજ્યમાંથી તગેડી મૂકવા કમર કસી છે.  પરંતુ સૂકા ભેગું લીલું બળે તે મુજબ ઘણા સ્થાનિકો પણ આ બીલ માંથી બહાર લઈ જવા પામ્યા છે.  વિરોધનો વંટોળ કેટલો મોટો થઈ ગયો છે કે  આસામની રાજ્ય સરકારના મંત્રીઓ ભાજપ સરકારની વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે.  આખી પરિસ્થિતિને જોતા કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે.  કોંગ્રેસ પાર્ટીએ સિટિઝન શીપ બિલ નો પહેલાથી વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારમાં તેણે આ બિલ અટકાવ્યું હતું.  બરાબર તે જ સમયે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ આ રાજ્યમાં સક્રિય થયા હતા અને ઠેર ઠેર પ્રદર્શન તેમજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  આનો અર્થ બહુ સ્પષ્ટ છે કે આસામમાં વોટર નું પોલરાઈઝેશન મોટા પાયે થયું છે.  ભારતીય જનતા પાર્ટી ની ગણતરી છે કે આ પોલરાઈઝેશન માં  તેમના  વોટર તેમને મત જરૂર આપશે. જ્યારે કે સિટીઝનશિપ બિલ થી બહાર રહી ગયેલા લોકો કોંગ્રેસને મત આપશે એટલું નક્કી છે.

મણિપુર,

મણિપુરમાં લોકસભાની બે સીટો છે જેમાંથી એક સીટ ઉપર મતદાન થશે.  ગઈ ચૂંટણીમાં આ બંને સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીએ વિજય મેળવ્યો હતો. બહુકોણીય જંગમાં ભાજપના ફાળે માત્ર ૭ ટકા મત આવ્યા હતા જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ૪૨ ટકા મત લઈ લીધા હતા. વર્ષ 2017 માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મણિપુરના રાજકારણમાં મોટી જગ્યા હાંસલ કરી છે.  ભાજપ કોંગ્રેસ પાર્ટીને હરાવવામાં અસફળ રહ્યું પરંતુ તેમને 36.5 ટકા મત મળ્યા છે. જ્યારે કે 21 સીટો પર વિજય હાંસલ કર્યો છે.  આની સામે કોંગ્રેસ પાર્ટીએ માત્ર ૩5 ટકા મત મેળવ્યા પરંતુ તેઓને 28 સીટો પર જીત મળી છે. કટોકટીના મુકાબલામાં કોંગ્રેસ પાર્ટી ભાજપને હરાવવામાં સફળ રહી પરંતુ લોકસભાની ચૂંટણીમાં જોવાનું રહેશે કે ભાજપને મળેલા વધુ વોટ ને કારણે તેઓ અહીંની કેટલી લોકસભાની સીટ મેળવી શકે છે.

મેઘાલય,

મેઘાલયમાં લોકસભાની કુલ બે સીટો છે અને આ બંને સીટો ઉપર 11 તારીખે મતદાન થશે.  મેઘાલયમાં એક સીટ યુપીએ પાસે જ્યારે કે એક સીટ એનડીએ પાસે છે. સ્થાનિક ગઠબંધન દ્વારા ભારતીય જનતા પાર્ટીએ નેશનલ પીપલ્સ પાર્ટીના સમર્થન આપ્યું હતું અને તેના ઉમેદવાર ચુંટાઇ આવ્યા હતા. વર્ષ 2018 માં અહીં વિધાનસભાની ચૂંટણી થઇ હતી જેમાં કોંગ્રેસ પાર્ટી નો ઝળહળતો વિજય થયો હતો.  સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર બેઠેલી કોંગ્રેસ પાર્ટી માટે અહીંની બંને સીટો ઉપર ઉજળી તક છે.  નેશનલ પીપલ્સ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન સાથે વિધાનસભાની 19 પર જીતવામાં સફળ રહી હતી.  મેઘાલયમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન રહ્યું છે.  આથી લોકસભાની ચૂંટણીમાં અહીં  સ્વતંત્ર રીતે ભાજપનું  કશું જ ઉપજે તેમ નથી.

મિઝોરમ,

મિઝોરમ એ શિડયુલ્ડ ટ્રાઈબ રાજ્ય છે.  અહીં આખા રાજ્યની એકમાત્ર લોકસભાની સીટ છે.  આ સીટ હાલમાં કોંગ્રેસ પાર્ટી પાસે છે. વર્ષ 2018માં અહીં થયેલી  વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી નો સંપૂર્ણ સફાયો થયો છે. મીઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી એ 26 સીટો જીતી કોંગ્રેસ પાર્ટીને હાંસિયામાં ધકેલી દીધી.  જ્યારે કે ભારતીય જનતા પાર્ટીને ના કમળ ઉપર એક  સીટ જીતી છે.  અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે પરંતુ તેના જીતવાના એંધાણ ક્યાંય દેખાતા નથી.

 નાગાલેન્ડ,

નાગાલેન્ડમાં લોકસભાની એક સીટ છે. આ સીટ નાગા પીપલ ફ્રન્ટ  પાસે છે. નાગાલેન્ડમાં સ્થાનિક આતંકવાદી અને સરકાર વચ્ચે વર્ષ ૨૦૧૫ થી સમજૂતી ચાલુ છે.  જે મુજબ નાગા આતંકવાદીઓએ પોતાના હથિયાર હેઠા મુક્યા છે. તેઓની માગણી છે કે નાગાલેન્ડ ની ભૂગોળ બદલવામાં આવે અને આજુબાજુના રાજ્યોમાં જ્યાં નાગા લોકો વસે છે તે વિસ્તારોનો સમાવેશ નાગાલેન્ડમાં કરવામાં આવે.  નાગાલેન્ડનું વોટીંગ મણિપુરના મોર્નિંગ ઉપર પણ અસર નાખે છે.  કારણ કે મણિપુરમાં પણ નાગા મતદાતાઓ છે. ભારતીય જનતા પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટ વચ્ચે જોડાણ હતું.  જે અત્યારે પોતાના સૌથી નબળા સમયમાં પહોંચી ચૂક્યું છે.  આ ચૂંટણીમાં નાગા પિક્ચર ફ્રેન્ડ એ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે અને તેની સામે ભારતીય જનતા પાર્ટીનો અને કોંગ્રેસના ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે. 

સિક્કિમ,

સિક્કિમ પાસે લોકસભાની એક શેર છે અને તે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ છેલ્લી અનેક દશકો થી જીતતું આવ્યું છે. અહીં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે.  વિધાનસભા ની કુલ 3૪ સીટો સાથે લોકસભા ની એક બેઠક માટે મતદાન થશે. વર્ષ 2014 પછી અહીં આશ્ચર્યજનક રીતે 16% લોક વસ્તી વધી ગઈ છે.  આ વસ્તી કોની છે કઈ છે અને ક્યાંથી આવી છે તે સંદર્ભે રાજનૈતિક પાર્ટીઓ વિચારમાં પડી ગઇ છે.  સિટીઝનશિપ દિલનો અસર આ રાજ્ય પર પણ પડી રહ્યો છે. મોજુદા મુખ્યમંત્રી ચામલિંગ અહીં યુવા મતદાતાઓ વચ્ચે સારો એવો કંટ્રોલ ધરાવે છે.  આથી અહીં તેઓની આસાન જીત માનવામાં આવી રહી છે.

ત્રિપુરા

ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ડાબેરીઓના ગઢ સમાન ત્રિપુરામાં વર્ષ 2018 માં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પડ્યું છે.  છેલ્લા અનેક દસકાઓથી અહીં ડાબેરીઓનું શાસન હતું જે હવે પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે છે. પરંતુ ભાજપ અને ડાબેરીઓના મત વિભાજન મા કંઈ બહુ મોટો ફરક નથી.  બંને દળોને ૪૨ ટકા મત મળ્યા છે. અહીં લોકસભાની બે બેઠકો છે અને તે બંને બેઠકો ડાબેરીઓ પાસે છે.  ભારતીય જનતા પાર્ટી આ વખતે આ બંને બેઠકો ને પોતાના કબજામાં કરવાની તૈયારી કરી બેઠી છે.  વિધાનસભાનું પર્ફોર્મન્સ જોતા એવું જરાય નથી લાગતું કે ભાજપને બેમાંથી એકેય બેઠકો ન મળે.

 એકંદરે નોર્થ ઇસ્ટ ના આ તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી નો સૂરજ ઊગી રહ્યો છે.  જ્યારે કે કોંગ્રેસનો ઝંડો અસ્તાચલ માં છે.  સ્થાનિક પાર્ટીઓ અહીં મહત્ત્વનો રોલ ભજવી રહી છે.

No comments:

उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।