પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં ઉભું થયેલું નરેન્દ્ર મોદી નામનું વાવાઝોડું અલગ-અલગ
પાંચ તબક્કાઓમાં બંગાળના દરિયાઈ સીમાડાઓ થી શરૂ કરી આંતરિક ભાગો
પર ત્રાટકશે. આ
વાવાઝોડાની અસર શહેરો ઉપરાંત ગામડાઓ સુધી
વર્તાશે. ચૂંટણીની
વેધશાહી ની આ આગાહી ૨૩ મી મે ના
રોજ સાચી પડશે. ભાજપના ચૂંટણી પંડિતોએ બહુ લાંબા વખત પહેલા દેશના અનેક ભાગોમાં નાન-
મોટી સીટો કોઈક ને કોઈક કારણસર હારવાની સંભાવનાઓ જોઈ
છે. આ બધી સીટો
જો નજર અંદાજ કરવામાં આવે અથવા તેનું વળતર પામવામાં અસફળતા મળે તો દિલ્હીની સત્તા હાથમાંથી
જાય તેમ છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખી
ભાજપે ચાર વર્ષ અગાઉ મિશન બંગાળ ની શરૂઆત કરી હતી. મમતા દીદી
ને લગભગ એક દોઢ વર્ષ પહેલા જ્યારે આ કાર્યક્રમ ની ખબર પડી ત્યાં સુધીમાં તેમના માટે ઘણું મોડું થઈ ગયું હતું.
પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે જ્યાં ભાજપ કદી સત્તા માં આવ્યું નથી. જોકે ભાજપ ના નેતા ઓ સ્વામી વિવેકાનંદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા બંગાળના અનેક નેતાઓના સુવાક્યો ટાંકીને પોતાની નીતિઓને હંમેશા યોગ્ય ઠેરવતા આવ્યા છે. આથી ભાજપ પૂર્વ સીમાડા ના આ રાજ્યને જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યુ છે. પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ સીટો પશ્ચિમ બંગાળમાં છે. અહીં લોકસભાની કુલ ૪૨ બેઠકો છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનરજી ના ત્રીણમૂલ કોંગ્રેસ પક્ષે ૩૪ બેઠકો ઉપર વિજય પતાકા લહેરાવી હતી. જ્યારે કે કોંગ્રેસના ખાતામાં 4 અને ભાજપ તેમજ ડાબેરીઓના ખાતામાં બે-બે સીટો આવી હતી. અહીં ત્રીણમૂલ કોંગ્રેસને 40 ટકા મત મળ્યા હતા. જ્યારે કે ડાબેરીઓને 23%, ભાજપને 17% અને કોંગ્રેસ પાર્ટીને 10 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને ઓછા મતો મળ્યા હોવા છતાં તેમણે ચાર જેટલી સીટ ઉપર કબજો જમાવ્યો કારણકે તેઓને મુસ્લિમ મત બેંકોમાંથી વધુ ફાયદો થયો. કોંગ્રેસ પાર્ટીની ચાર અને ડાબેરીઓની બંને સીટો એવા વિસ્તારમાંથી ચૂંટાઈ આવી છે જ્યાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 30 ટકાથી વધુ છે. પશ્ચિમ બંગાળમાં મુસલમાનોની સંખ્યા પણ ખાસ્સી એવી છે સરેરાશ 27% વોટર મુસ્લિમ છે. અને આથી આ રાજ્યમાં મુસ્લિમ મત બેંક હંમેશા નિર્ણય ઠરે છે. અહીં ભાજપની રણનીતિ હિન્દુઓના વોટોને એકત્રિત કરવાની અને મુસલમાન વોટ ના ધ્રુવીકરણ પર ટકેલી છે. આ માટે ભાજપે બનતી બધી તાકાત કામે લગાડી છે. યોગી આદિત્યનાથ, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઇરાની સહિતના ભાજપના ઘણા નેતાઓ અહીંયા સભાઓ ગજવી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ એરણે આવ્યા છે. ભાજપ તરફથી શારદા ચીટ ફંડ, ગેરકાયદેસર
બાંગ્લાદેશીઓ નો વસવાટ, કથળતી જતી કાયદો વ્યવસ્થા, મુસલમાન તરફી રાજ્ય સરકારના નિર્ણય, કેન્દ્ર
સરકાર વિરોધી નીતિઓ ને જનતા વચ્ચે ઉછાળવામાં આવ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની સ્મૃતિઓને સન્માન આપવામાં આવ્યું છે. આઝાદ હિંદ ફોજ ના સ્થાપના દિવસને લાલ કિલ્લા ઉપરથી ઊજવવામાં આવ્યો, તેમજ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડાઈ. આવા અનેક કાર્યક્રમો પશ્ચિમ બંગાળના સ્થાનિક સ્તરે પણ ઉજવવામાં આવ્યા. મમતા બેનરજી ના ગઢમાં ગાબડું પાડવા માટે તેમની પાર્ટીના બીજા ક્રમના મોટા નેતા એટલે કે મુકુલ રોય ને ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતાઓ ને ખુલ્લું આમંત્રણ છે. અન્ય પક્ષો દ્વારા ઉપેક્ષિત થયેલા નેતાઓનો ધસારો ભાજપ તરફ છે.
ભાજપ સાથે બાથ ભીવડાવવામાં મમતા બેનરજીએ પણ કશું બાકી રાખ્યું નથી. પોતાની લાયકાત અને તાકાત પ્રમાણે જે કંઈ પણ કરી શકે છે તે કર્યું છે. તેમના અમુક પગલાઓ તો રાષ્ટ્રીય સ્તર પર હાસ્યાસ્પદ તેમજ કાયદા વિરોધી પણ દેખાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે આંધ્રપ્રદેશની માફક તેમણે સીબીઆઇ ની રાજ્ય માં કાર્યવાહી કરવાની પરવાનગી પાછી લઈ લીધી છે. આ ઉપરાંત ભાજપના કોઈપણ નેતાને રાજ્યમાં રેલી કરવાની પરવાનગી નથી. આ માટે ક્ષુલ્લક કારણો આગળ ધરાયા છે. સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળની સરકારે
પિટિશન દાખલ કરી અને ભાજપની રથયાત્રા રોકી દીઘી. મમતા બેનરજીના આ પગલાનો ભાજપને બહુ મોટો
અસર પડ્યો છે કારણકે ભાજપ ની આ રથ યાત્રા લગભગ 77000 વોટીંગ બુથ પર પસાર થવાની હતી. જેનો સીધો ફાયદો ભાજપ ને થવાનો હતો. કેન્દ્ર સરકારે જ્યારે કલકત્તા પોલીસની વિરુદ્ધમાં ગાળીયો વધુ મજબૂત કર્યો ત્યારે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા અને આખી લડાઈ સુપ્રીમ કોર્ટના બારણે પહોંચી. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી આ સામ-સામેની લડાઈ રોજ અખબાર અને ટેલિવિઝન ચેનલમાં દેખાડાઈ રહી છે. જેના પરિણામ
સ્વરૂપે લેફ્ટ પાર્ટી અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. આ ચૂંટણીમાં એક વાત નક્કી છે કે કોંગ્રેસ અને લેફ્ટીસ્ટો પોતાનુ બચેલુ બધું જ ગુમાવી દેશે. જ્યારે કે મમતા બેનરજી અને ભાજપ રાજ્યના મતોની વહેંચણી અંદરોઅંદર કરી નાખશે. એક સમયે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરોધી તમામ દળોને એક મંચ પર લાવવામાં સફળતા મેળવનાર મમતા બેનર્જી ચુટણી આવતાની સાથેજ ગઠબંધન ના મામલે પાણી માં બેસી ગયા છે અને એકલા ચાલો રે ની નિતી પર આગળ ઘપી રહ્યા છે. સિટીઝનશીપ બીલ લાવવા ને કારણે ભાજપને પશ્ચિમ
બંગાળ ના પર્વતીય વિસ્તારો માંથી વોટ નહીં મળે. પરંતુ ભાજપની નજર પર્વતીય વિસ્તારો કરતા મેદાન પ્રદેશ માં વસતા હિંદુ મત બેંક ઉપર ટકેલી છે. ગત પંચાયતની ચૂંટણીમાં ભાજપે લગભગ ૩૪ ટકા સીટો ઉપર કબજો કરી લીધો હતો. જ્યારે કે મમતા બેનરજીએ પોતાની રણનીતિ બદલતા 350થી વધુ મુસ્લિમ કેન્ડિડેટોને મેદાનમાં ઉતાર્યા હતા. વાત એકદમ સરળ છે. મમતા બેનર્જી ની નજર લેફ્ટ અને કોંગ્રેસ ના મુસ્લીમ મત ઉપર છે જ્યારે કે ભાજપ ની નજર હિંદુ મતદારો પર છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યમાં કનફ્યૂઝ થઈ ગયાં છે. એક તરફ રાહુલ ગાંધી મમતા બેનર્જી ને સમર્થન આપી રહ્યાં છે જ્યારે કે બીજી તરફ શારદા ચીટ ફંડ જેવા મામલે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ને જનતા ને જવાબ આપવો ભારે પડી રહ્યોં છે. આ બધી પરિસ્થીતીઓને જોતા આ રાજ્ય મેં ભાજપ 2 સીટ થી વધી ને 15 - 17 કે પછી 22 સીટો પર પહોંચી શકે છે જ્યારે કે મમતા બેનર્જી, કોંગ્રેસ અને લેફ્ટ ને નુકસાન ભોગવવું પડશે.
No comments:
Post a Comment